જખૌ ના જાગૃત નાગરિક દ્વારા જખૌ બંદર પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ હટાવવાની રજુઆત કરવામાં આવી


તા :- 08/12/2020 ના રોજ જખૌ ગામના જાગૃત નાગરિક ભટ્ટી અનવર હુસેન કાસમ દ્વારા જખૌ બંદર પર ગેરકાયદેસર દબાણ તેમજ સરકાર શ્રીના નીતિ નિયમો વિરુદ્ધ પાકો બાંધકામ કરાયો હોવા બાબતની રજુઆત માનનીય શ્રી કચ્છ કલેકટર સાહેબ શ્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે. જે રજુઆતને જખૌ જૂથ ગ્રામ પંચાયત દ્વારા 18/12/2020 ના યોજાવનારી સદસ્યોની સામાન્ય સભા માં એજન્ડા સ્વરૂપે અગ્રતાએ લેવામાં આવેલ છે. રજુઆત મુજબ જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે જગ્યાઓ પર પહેલા વરસાદી પાણી તેમજ ભરતી ઓટ સમયે આવતા પાણીનું નિકાલ કરવા માટે જગ્યા હતી તે જગ્યા પર પણ ખૂબ મોટા છત વાળા પાકા મકાનો ઉભા કરી દેવામાં આવ્યા છે. તેમજ તે જગ્યા પરના બાંધકામ માટે સ્થાનિકે કોઈ પણ પરવાનગી લેવામાં આવી નથી. જખૌ બંદર પર જખૌ જૂથ ગ્રામ પંચાયત દ્વારા પંચાયત ના હિસાબી નમૂના નંબર 4 મુજબ ની પહોંચ આપો ભાડો વસુલ કરવામાં આવે છે. જે પહોંચ પર પણ જણાવવામાં આવે છે કે જમીન સિઝનેબલ ભાડા પેટે અવપવામાં આવી છે, સિઝનેબલ ધંધો હોવાથી પંચાયત ની આવક માં વધારો થાય તે હેતુથી ભાડું વસુલ કરવામાં આવે છે. તેમજ ભાડા પેટે આપવામાં આવેલી જમીન નું કોઈ પણ વ્યક્તિનું પોતાનું માલિકીનું હક્ક રહેશે નહીં, જેથી ભાડે આપવામાં આવેલી જમીન પર કોઈ પણ વ્યક્તિઓ દ્વારા પાકો બાંધકામ કરવો નહીં. જખૌ બંદર પર ઉપરોક્ત શરતોને આધિન વ્યક્તિઓને જમીન ફાળવવામાં આવે છે. પરંતુ સ્થાનિક હકીકતો એકદમ વિપરીત છે. પહોંચ માં જણાવવામાં આવેલી શરતો મુજબ જમીન પર કોઈ પણ વ્યક્તિનું માલિકીનું હક્ક રહેશે નહીં, જ્યારે જખૌ બંદર પર ની જમીન બહારથી આવતા માછીમારોને અમુક રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ દ્વારા દર મહિને ભાડા પેટે આપી કચ્છ બહારથી આવતા માછીમારો પાસેથી ભાડું વસુલ કરવામાં આવે છે. તેમજ સ્થાનિક માછીમારો પાસે પોતાના માછલીના જાળ કે અન્ય વસ્તુઓ રાખવા માટે એક પણ પ્લોટ નથી, જ્યારે અમુક રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ પાસે જરૂરત થી પણ વધારે પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેથી તેઓ દ્વારા પંચાયત ને સિઝબેબલ વેરો આપી કચ્છ બહારથી આવતા માછીમારો/વેપારીઓને પંચાયત તેમજ અન્ય સરકારી કચેરીઓને કોઈ પણ જાણ કર્યા વિના લાખો રૂપિયામાં વેંચાતી આપે છે. જે ધંધો પણ જખૌ બંદર પર ખૂબ ફુલયો ફાલ્યો છે. જખૌ બંદર પર જમીન માટે આપવામાં આવતી જખૌ જૂથ ગ્રામ પંચાયત ની વેરા પહોંચ માં પણ સાફ સાફ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાડે આપવામાં આવેલ જમીન પર કોઈ પણ વ્યક્તિએ પાકો બાંધકામ કરવો નહીં, જ્યારે સ્થાનિકે તંત્ર ની કોઈ પણ પરવાનગી લીધા વિના તંત્ર ને અંધારા માં રાખી તે જ જમીન પર બે બે માળ ના મકાનો ઉભા કરી દેવામાં આવ્યા છે. જેથી અરજદારે રજુઆત માં જણાવેલ છે કે જખૌ બંદર પર ચાલી રહેલી ગેરરીતિઓ ની ઉચ્ચ કક્ષાએથી ગોપનીય તપાસ કરવામાં આવે. અરજદાર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવતા ની સાથે આગામી આવતી જખૌ જૂથ ગ્રામ પંચાયત ની તા :- 18/12/2020 ના રોજ યોજવવામાં આવનારી સામાન્ય સદસ્ય સભામાં તલાટી મંત્રી શ્રી દ્વારા જખૌ બંદર પર ના દબાણ બાબતે ચર્ચા કરવા માટે એજન્ડા સ્વરૂપે અગ્રતા સ્થાને લીધેલ છે. જેથી જખૌ ગ્રામજનોમાં જખૌ બંદર પર ના ગેરકાયદેસર દબાણ તેમજ જરૂરત થી વધારે દબાવી રાખવામાં આવેલ પલોટો પર પંચાયત દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાજ નજર રાખી મીટ માંડી બેઠા છે અને ચર્ચાઓનું દોર શરૂ થઈ ગયો છે.
રિપોર્ટ બાય:ઇકબાલ ભાઈ રાઠોડ (જખૌ)