કુકમા ગામની નજીક નાનું ફૂલ જેવું બાળક મળતા: સારવાર અર્થે જી.કે.માં ખસેડાયું

ભુજ તાલુકાના કુકમા ગામની નજીક ધૂળમાં આળોટતું નાનું ફૂલ જેવું બાળક મળી આવતાં ગામના સરપંચે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં રિફર કરી દેતાં તેને સંપૂર્ણ સારવાર અને માવજતના મળ્યા બાદ બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા બાદ આ બાળકને ભુજ સ્થિત મહિલા કલ્યાણ કેન્દ્રને બાળકના ઉછેર માટે અર્પણ કરવામાં આવ્યું હતું. આ બાળકને જી.કે.માં દાખલ કરાતાં બાળરોગ વિભાગના વડા ડો. હસમુખ ચૌહાણના માર્ગદર્શન હેઠડ તબીબો અને નર્સિંગ સ્ટાફે દ્વ્રારા સારવાર સાથે આખી બોડીનું એક્ષ-રે અને લોહીની તપાસણી શરૂ કરી સારવારનો પ્રારંભ કર્યો હતો અને ઓકિસજન ઓછું જાણતાં તે પણ આપવાનું શરૂ કર્યુ હતું.ચોથા દિવસે બાળકને ન્યુમોનિયા થઈ જતાં સતત આઠ દિવસ સુધી શ્વાસોચ્છવાસ માટેનું નાનું મશીન ઉપર રાખી બોડીના ઓકિસજનનું સ્તર કાબૂમાં કરી દેવામાં આવ્યું હતું. સારવારથી બાળક દૂધ પીતું થયું અને ભયમુક્ત બની ગયું હતું. ત્યારે બાદ મહિલા કલ્યાણ કેન્દ્રના અવનીબેન જેઠી અને કોકિલાબેને બાળકને સ્વીકાર્યુ હતું.

-મળતી માહિતી મુજબ