માતાના મઢ થી મૃતદેહને વતન પહોંચાડવા તંત્ર ક્યાંક પાછળ પડ્યું


માતાના મઢમાં આરોગ્ય ખાતાંના જ પૂર્વ કર્મચારીનું કુદરતી રીતે મૃત્યુ થતાં તેમના પાર્થિવ શરીરને વતન સામખિયાળી પહોંચાડવાનું હતું. ત્યારે લોકસેવા ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્ર જણસારીએ આ અંગે માતાના મઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર થી લઈને જિલ્લા વિકાસ અધિકારી સુધી અનુરોધ કર્યો કે, એમ્બ્યુલન્સ તેમનો મૃતદેહ પહોંચાડે, પરંતુ નિયમોના ખોટા બહાના દર્શાવીને સૌએ હાથ ઊંચા કરી દીધા હતા. શ્રી જણસારી દ્વ્રારા સવાલ કરવામાં આવ્યો હતો કે, મૃતદેહને માનભેર પહોંચાડવાનો ગુજરાત સરકારનો પરિપત્ર હોવા છતાં તંત્ર દાદ ન દે તેનો અર્થ એ થયો કે પશ્ચિમ કચ્છના દુર્ગમ વિસ્તારમાં જ્યાં ખાનગી વાહનો મળવાં મુશ્કેલ હોય છે ત્યાં આવા સંજોગોમાં કોઇના પાર્થિવ શરીરને ટ્રેક્ટર કે ટ્રોલીમાં જ લઇ જવું પડે છે.ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કન્નરે હકારાત્મક જવાબ આપીયો હતો અને દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રને સૂચના આપું છું આમ કરવા છતાં કંઇ થઇ શક્યું નહીં એનું દુ:ખ શ્રી જણસારી દ્વારા વ્યક્ત કરાયો હતો.
-મળતી માહિતીમુજબ