રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલમાં આંખના ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ખ્યાતિ કેશવાલા નેત્રહીન માટે ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે


ઉપલેટા શહેરમાં સિવિલ હોસ્પિટલમાં 2013 થી આંખના સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવાલા હાલ ઉપલેટા અને આસપાસના તમામ ગામડાઓમા ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે. ડોક્ટર ખ્યાતિ કેશવાલા રોજના 100 થી વધારે આંખના દર્દીઓની તપાસ કરે છે અને અઠવાડિયાના ત્રણ દિવસ આંખના અંદાજે 20 જેટલા ઓપરેશન કરે છે જેમાં જામર, વેલ, મોતીયો , અને પાંપણ જેવા 60 થી વધુ ઓપરેશન કરે છે આ સેવાનો લાભ લેવા માટે ઉપલેટાના અને આસપાસના તાલુકાના લોકો પણ લાભ લેવા આવે છે અને ડોક્ટર ખ્યાતિબેનને ભગવાન સ્વરૂપ માને છે અને ડોક્ટર ખ્યાતિબેન પણ દરેક દર્દીઓને પોતાના ફેમિલી મેમ્બર સમજી તમામ જાતની તપાસ કરી દર્દીઓને તમામ પ્રકારની સેવા આપી ધન્યતા અનુભવે છે.
રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા