રાપર તાલુકા ના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની કાયાકલ્પ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી

રાપર: હાલ કોરોના ના કહેર વચ્ચે સમગ્ર દેશમાં અને રાજ્યમા પોઝિટિવ કેસ ની સંખ્યા વધી રહી છે ત્યારે કચ્છમાં પણ કોરોના વાયરસ ના દર્દીઓ નો ઉછાળો નોંધાયો છે. ત્યારે કચ્છમાં આવેલા જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કાયાકલ્પ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તે મુજબ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ની સુચના થી રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની તપાસ રાપર તાલુકા વિકાસ અધિકારી ડી જે ચાવડા અને રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો પૌલ અને ટીમ દ્વારા રાપર તાલુકાના નવ આરોગ્ય કેન્દ્રમાં ખુટતી સુવિધાઓ અને હાલ ની સુવિધા અંગે માહિતી એકઠી કરવા મા આવી રહી છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી ડી જે ચાવડા એ જણાવ્યું હતું કે રાપર તાલુકા મા આવેલા તમામ નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બે સામુહિક આરોગ્ય કેન્દ્ર મા હાલ લોકો ને મળતી આરોગ્ય સુવિધા અને આગામી સમયમાં વધુ સુવિધા કઈ કઈ ઉપલબ્ધ હોય તે અંગે તમામ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર પાસે થી માહિતી એકઠી કરવા મા આવી રહી છે. જ્યારે રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો પૌલ એ જણાવ્યું હતું કે રાપર તાલુકા મા આવેલ આરોગ્ય કેન્દ્રમાં વધુ મા વધુ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવશે અને હાલ જે સુવિધા છે તે અંગે વિવિધ સુચના આપવામાં આવી હતી અને આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 વેકશિન અંગે ટાસ્ક ફોર્સ ની રચના કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.