ગુંદાલા અને શાડાઉ હાઇવે રોડ પર કાર અને છોટા હાથી ટેમ્પો વચ્ચે સર્જાયો ખમખ્વાર અકસ્માત : ઘટના સ્થળે એક નું મૂત્યુ

જાણવા મળતી વિગતો મુજબ ગુંદાલા અને શાડાઉ હાઇવે રોડ પર કાર અને છોટા હાથી ટેમ્પો નું ખમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં કારમાં સવાર એક વ્યક્તિ નું મૃત્યુ થયું હતું. તેમજ ત્રણ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે જેમાં ૨ વ્યક્તિને મુન્દ્રાની ખાનગી દવાખાનામાં અને એકને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું તેમજ મૂત્યુ પામનાર ની લાશને પોસ્ટમોર્ટમ માટે મુન્દ્રા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. ત્યારે છોટાહાથી જે એક આઈસ્ક્રીમ ની ગાડી હતી.તેના ડ્રાઇવરને હાલત ગંભીર હોતા તેને સારવાર અર્થે ભુજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યું હતું .પ્રાથમિક તપાસ મુજબ મુન્દ્રા મરીન પોલીસના હેડ કોન્સ્ટેબલ એચ કે પટેલ ચલાવી રહ્યા છે

રિપોર્ટ બાય : કિશન મહેશ્વરી – મુન્દ્રા