રાપર ખાતે જલારામ નાઇટ બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન

રાપર: આજે રાપર એકતા નગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સતર વર્ષ ના લોહાણા સમાજ ના બાળકો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન શૈલેષ ભીંડે સ્થાપક જલારામ ગૃપ ભરતભાઈ ચંદુલાલ રાજદે માજી સદસ્ય નગરપાલિકા ભાવિક નવિનભાઇ કોટક પ્રમુખ શિક્ષણ સમિતિ લોહાણા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટ મા ચાર ટીમો એ ભાગ લીધો હતો દિપ પ્રાગટય દરીયાસ્થાન મંદિર ના સંત ત્રિકાલ દાસજી એ ટુર્નામેન્ટ ને સ્ટાર્ટ આપી હતી ટુર્નામેન્ટ દરમિયાન લોહાણા સમાજ ના પ્રમુખ રાજેશ ભાઈ ચંદે, બળવંતભાઈ ઠક્કર, નવિનભાઇ કારીયા. પારસ માણેક પ્રમુખ યુવક મંડળ, ચાંદ ભીંડે ઉપ પ્રમુખ, જય રાજદે મહામંત્રી, ઉમેદ ચંદે, છય ચંદે ડાયાલા ઠાકોર કિર્તી રાજદે વસંતભાઈ આદુઆણી કેશુભા વાધેલા, હિરાભાઈ જોશી વિપુલ રાજદે પ્રતાપ મિરાણી ભાવનાબેન ભીંડે. સરસ્વતી બેન ચંદે વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટ દસ દસ ઓવર ની રમાડવા મા આવી હતી લોહાણા સમાજ ના જુદા જુદા દાતાઓ દ્વારા ઇનામ આપવા મા આવ્યું હતું.વ્યવસ્થા શૈલેષ ભીંડે, કલ્પેશ રાજદે ભરત ચંદે પ્રદિપસિંહ જાડેજા વિગેરે એ સંભળાવ્યું હતું. ફાઈનલ મેચ શ્રી રામ ઈલેવન અને દરિયાલાલ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં શ્રીરામ ઇલેવન ટીમ વિજેતા થઈ હતી અને રનર્સ અપ તરીકે દરિયાલાલ ઈલેવન રહી હતી વિજેતાઓને જુદા જુદા આગેવાનો અને આયોજકો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.