બોટાદ જીલ્લા પોલીસ દ્વારા સાઉન્ડ લેવલ મીટરની તાલીમનુ આયોજન

શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ધ્વનિ પ્રદુષણનુ પ્રમાણ દિનપ્રતિદિન વધતુ જતુ હોય અને અને આ ધ્વનિ પ્રદુષણ અટકાવવા માટે તેમજ પોલીસ વિભાગમાં આધુનિકરણ આવે જે હેતુથી પોલીસ આધુનિકરણ યોજના વર્ષ.૨૦૧૮-૧૯ અંતર્ગત ધ્વનિ પ્રદુષણ માપવા તેમજ તે અંગે કાયદેસરની કાર્યવહી કરી શકાય તે માટે સાઉન્ડ લેવલ મીટરની ખરીદી કરવામાં આવેલ અને અત્રેના બોટાદ જીલ્લાને સાઉન્ડ લેવલ મીટરની ફાળવણી કરવામાં આવેલ છે.
બોટાદ જીલ્લામાં ફરજ બજાવતા અધિકારી શ્રીઓ તથા પોલીસ કર્મચારીઓને સાઉન્ડ લેવલ મીટરની તાલીમ મળી રહે અને સાઉન્ડ લેવલ મીટરના આધારે કાયદેસરની કાર્યવાહી થઇ કે તે હેતુથી બોટાદ પોલીસ અધિક્ષક શ્રી. હર્ષદ મહેતા નાઓ દ્વારા તાલીમનુ આયોજન કરવા એચ.આર.ગોસ્વામી પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી.શાખા બોટાદ નાઓને સુચના કરતા એસ.ઓ.જી. બોટાદના પો.ઇન્સ તથા પોલીસ સ્ટાફ દ્વારા આજરોજ બોટાદ જીલ્લામાં ફરજ બજાવતા અધિકારી શ્રીઓ તથા પોલીસ કર્મચારીઓને સાઉન્ડ લેવલ મીટરની તાલીમ આપવા અંગેનુ આયોજન કરવામાં આવેલ અને સાઉન્ડ લેવલ મીટરની પુરતી તાલીમ મળી રહે તે સારૂ ડો.શ્રી. પ્રદીપ દવે સાયન્ટીફિક ઓફિસર ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડ નાઓ હાજર રહેલ હતા અને જેઓ દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી.
આગામી દિવસોમાં ધ્વનિ પ્રદુષણ અટકાવવા માટે બોટાદ જીલ્લામાં અસરકારક કામગીરી કરવામાં આવનાર છે. કાયદાકીય જોગવાઇનો ભંગ કરી જે કોઇપણ ધ્વનિ પ્રદુષણ ફેલાવશે તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
બોટાદ જીલ્લા પોલીસની નાગરિકોને ધ્વનિ પ્રદુષણ ન ફેલાવવા તથા પર્યાવરણને લગતા તમામ નિયમોનુ પાલન કરવા અપીલ છે.