અંજાર થી વરસાણા સુધી નો નેશનલ હાઈવે ખખડધજ હાલતમાં

રાપર: કચ્છ જિલ્લામાં ગત વર્ષે ભારે વરસાદ પડવાના લીધે અનેક માર્ગો ની હાલત બિસ્માર હાલતમાં થઈ ગઈ છે ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા મા આવેલ અંજાર ભીમાસર વરસાણા સુધી નો 22 કીલો મીટર નો માર્ગ કે જે નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તે નો છે તે માર્ગ એકદમ ખખડધજ હાલતમાં જોવા મળે છે. આ માર્ગે દરરોજ અસંખ્ય વાહનો પસાર થાય છે. અંજાર મુન્દ્રા માંડવી ભુજ સહિત ના વાહનો પસાર થાય છે ઠેરઠેર ખાડા પડી ગયા છે અમુક જગ્યાએ તો બે બે ફૂટ ના ઉંડા ખાડા પડી ગયા છે. આદીપુર ખાતે આવેલી નેશનલ હાઈવે ઓથોરિટી ની કચેરી મા અવારનવાર રજુઆતો કરવા છતાં આ માર્ગ અંગે કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી તો અંજાર મત વિસ્તાર કે જે કચ્છ ના મંત્રી વાસણભાઈ આહિર નો આવે છે. છતાં પણ આ માર્ગે અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી છેલ્લા બે વર્ષથી આ માર્ગ પર પસાર થવું દુષ્કર બની ગયું છે. વરસાણા ભીમાસર અંજાર માર્ગ પર આવવા ના બદલે વાહન ચાલકો વરસાણા ગાંધીધામ ગળપાદર ના માર્ગે અંજાર મુન્દ્રા માંડવી ભુજ ચાલવા નું પસંદ કરે છે. આ માર્ગ ને કાગળ પર ખાડા પુરાઈ ગયા છે હકીકત બીજી છે તો આ માર્ગ ને કયારે રિફ્રેશમેન્ટ બનાવવા માટે રેઢિયાળ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી આ માર્ગ પર એમ્બ્યુલન્સ ચાલકો ચાલતા નથી આ માર્ગ પર અનેક ખાનગી ઉધૌગિક એકમો આવેલા છે અને અવારનવાર અકસ્માતો સર્જાય છે ત્યારે લોકો ને સારવાર મળી રહે તે પહેલાં માર્ગ પર થી પસાર થતી વખતે મોત ને શરણ થવું પડે છે. તો આ માર્ગ અંગે કોઈ રાજકીય પક્ષ ના નેતાઓ કે લોક પ્રતિનિધિઓ સરપંચો  કેમ રજૂઆત નથી કરતા તેમના મૌન સુચક શું  સુચવે છે તે અંગે લોકોમાં ચર્ચા જાગી છે.