ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા અરજી કરી શકાશે
ભારત સરકારશ્રી દ્વારા સોઇલ હેલ્થ મેનેજમેનન્ટ યોજના અન્વયે ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા કચ્છ જિલ્લામાં નીચે મુજબના લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવાની થાય છે.
આ યોજના અંતર્ગત વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઓધોગિક સાહસ ખેડનાર ગૃપ્સ અને સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના માટે એગ્રી ક્લિનિક અને એગ્રી બીઝનેશ સેન્ટર, ખેતી સાહસિકો, સેવા નિવૃત વ્યકિતઓ, સેલ્ફ હેલ્પગૃપ્સ, ફાર્મર, પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન , ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર જોઇન્ટ લાયબેલીટી ગૃપ્સ, ફાર્મર કો-ઓપરેટીવ સોસાયટીઝ, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, ઇનપુટ રિટેલ આઉટલેટ, ઇનપુટ રીટેલર્સ, અને શાળા-કોલેજોમાં નાણાકીય સહાય આપવા માટેની જોગવાઇ કરેલ છે. જેમાં જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા કુલ ખર્ચ રૂ. ૫ લાખના ૭૫ ટકા લેખે રૂ.૩.૭૫ લાખ લાભાર્થીઓને નાણાકીય સહાય આપવાની જોગવાઇ થયેલ છે. જે ગૃપ્સ, સંસ્થા આ બાબતે રસ ધરાવતી હોય તેઓએ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર બિલ્ડીંગ, સંસ્કાર નગર, ભુજની કચેરીમાંથી તા.૩૧-૧૨-૨૦૨૦ સુધીમાં કચેરી કામકાજના સમય, દિવસો દરમ્યાન રૂબરૂ અરજી મેળવીલેવાતેમજ મેળવેલ અરજીમાં માંગવામાં આવેલ આધાર બીડાણ રૂબરુ અથવા ભારતીય પોસ્ટલ /RPADથી તા.૦૮-૦૧-૨૦૨૧ સુધીમાં નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ખેડૂત તાલીમ કેન્દ્ર બિલ્ડીંગ, સંસ્કાર નગર, ભુજની કચેરીમાં મળે તે અરજીઓ ધ્યાને લેવામાં આવશે આ બાબતે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની યાદીમાં જણાવાયુ છે તેવું નાયબ ખેતી નિયામક વિસ્તરણ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.