જરૂરતમંદ ગરીબ લોકોને ભોજન અને રાશનકિટ, ધાબળાનું વિતરણ કરી સેવાકીય કાર્યો કર્યા
જલારામબાપાની 221મી જન્મ જયંતી નિમિતે મુંદરાની જન સેવા સંસ્થા દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી આખા દિવસ દરમ્યાન 1500 જેટલા જરૂરતમંદ ગરીબ લોકોને ભોજન અને મિષ્ટાન આપવા સહિતના સેવા કાર્યો કરી ઉજવણી કરાઇ હતી. જનસેવા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘરમાં છેલ્લા 245 ગુરુવાર થી દાતાના સહયોગથી ખીચડી અને બુંદી ગાંઠિયા નું નિયમિત વિતરણ કરાય છે. જલારામ જયંતીના અમિતભાઈ ઠક્કર તરફથી 30 જરૂરતમંદ પરિવારોને રાશનકિટનું વિતરણ કર્યું હતું. તેમજ મુંદરાના વતની સ્વ. અજિતસિંહ દયાલજી રામૈયા સમસ્ત પરિવાર દ્વારા ખુલ્લા ઝૂંપડામાં રહેતા 20 જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું. જનસેવાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે દાતા પ્રફુલ્લભાઈ ગુગરિયા, અનિલભાઈ દુતિયા (અમેરિકા), જતીનભાઈ ઠાકર (જર્મની), જલારામ ભગત પરિવાર, જિજ્ઞેશભાઈ બજરિયા સહિતના વગેરે દાતાઓએ સહયોગ આપ્યો હતો. સંસ્થાના રાજ સંઘવી, ભીમજી જોગી, અસલમ માંજોઠી, ઉમેશ પંડયા, દેવજી જોગી, લાખાભાઈ કોલી સહિતના કાર્યકરોએ સાથ આપ્યો હતો.
-મળતી માહિતી મુજબ