મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૧

કચ્છ જિલ્લામાં તા.૦૯/૧૧/૨૦૨૦ થી શરુ થયેલ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની ઝુંબેશમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને ભારતના ચૂંટણી પંચ દ્વારા અપીલ કરવામાં આવી હતી જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે
નવા મતદારો ના ફોર્મ નં (૬) ૬૯૪૯૩ મળેલ છે જે પૈકી ૩૨,૪૪૮ તો ૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હશે તેવા યુવા મતદારોના છે. નામ કમી કરવા માટે ૮૧૧૧ ફોર્મ મળેલ છે, આમ આ ઝુંબેશ પછી અત્યાર સુધીમાં કુલ મતદારોમાં ચોખ્ખો વધારો ૫૫,૩૮૨ જેટલો થવા પામશે. આ ઉપરાંત સુધારા-વધારા તેમજ સરનામા ફેરફાર સહિત કુલ ફોર્મ ૮૯,૮૬૧ જેટલાં મળવા પામેલ છે જે મતદારયાદી કાર્યક્રમને મળેલી સફળતાનો સૂચક છે.
તમામ મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, બી.એલ.ઓ.ની સખત મહેનત તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના સતત માર્ગદર્શન તથા ફોલોઅપના કારણે આ શકય બનવા પામેલ છે.
આવા બહોળા પ્રતિસાદ બદલ જિલ્લા વહીવટીતંત્ર સમગ્ર કચ્છ જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કરે છે.