ચોરી કરેલ ૬ (છ) મોટર સાઈકલ સાથે એક આરોપીને પકડી પાડી વાહન ચોરીના વણશોધાયેલ બે ગુનાઓનો ભેદ ઉકેલતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ રસરઠદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી વાહન ચોરીના બનતા ગુના અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા પો.સ્ટે વિસ્તારમાં જરૂરી પેટ્રોલિંગ રાખી ગાંધીધામ બસ સ્ટેશન ખાતેથી ચોરી કરેલ મોટર સાઈકલ ચોરીના ગુના કામે સંડોવાયેલ આરોપીને પકડી પાડવા શુચના કરેલ હોય જે અનવ્યે સર્વેલન્સ રટાફ ના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હ્યુમન સોર્ચ થી મળેલ ખાનગી બાતમી હકિક્ત આધારે ભાવેશ ગુસાઈ નામના ઇરામને ગાંધીધામ બસ રટેશન માંથી ચોરી કરેલ પ્લેનડર મો.સા. ૨જી નંબર GJ-12-AM-1391 સાથે પકડી પાડી તેની ઉડાણ પુર્વકની પુછપરછ માં તેણે અલગ અલગ રસમયમાં ભચાઉ બસ સ્ટેશન તથા ગાંધીધામ રેલ્વે ટેશન પાર્કિંગ પાસેથી તેમજ ભચાઉ સરકારી હોસ્પીલ પાર્કિંગ તથા ખારોઈ-કુંજીસર રોડ પાસે પાર્ક કરેલ અલગ અલગ કુલ-૬ (૭) મોટર સાઈકલ વાહનો ની ચોરી કરેલ હોવાનું જણાવતા તમામ મો.સા. કબ્જે કરી વાહન ચોરીના વણશોધાયેલ બે ગુનાઓને શોધી કાઢી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.