મોબાઈલ ટુ સ્પોર્ટસ ઓનલાઈન વાદન (હારમોનિયમ, તબલા, વાંસળી) સ્પર્ધા
ભુજ, સોમવારઃ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે “વાદન” (હારમોનિયમ, તબલા, વાંસળી) સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૬ થી ૧૪ વર્ષ ના, ૧૫ થી ૨૦ વર્ષ સુધી ના, ૨૧ થી ૫૯ વર્ષ સુધી ના ત્તેમજ ૬૦ વર્ષ થી ઉપરના ઓપન વયજૂથમાં ભાગ લઇ શકશે. આ સ્પર્ધાની વિડીયો કલીપ તૈયાર કરી CD/PENDRIVE માં અથવા રૂબરૂ તા.૧૩-૦૧-૨૦૨૧ સુધીમાં બપોરે ૧૨.૦૦ કલાક સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નંબર ૪૧૧, ત્રીજોમાળ, બહુમાળી ભવન, ભુજ ખાતે મોકલવાની રેહશે.
જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૧૦૦૦ , દ્વિતીય વિજેતાને રૂ. ૭૫૦ તેમજ તૃતીય વિજેતાને રૂ. ૫૦૦ ઇનામ આપવામાં આવશે.
રાજ્યકક્ષાની સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતા ને રૂ. ૨૫૦૦૦/-, દ્વિતીય વિજેતા ને રૂ. ૧૫૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ. ૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના સાત વિજેતાઓને રૂ.૫૦૦૦ મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે.
સ્પર્ધકે વિડીઓની શરૂઆતમાં પોતાનું નામ, સરનામું, ઉમર, તથા કૃતિનું નામ બોલવાનું રહેશે. વધુ માહિતી માટે સપર્ક નંબર:- સમા રશીદ : ૮૨૦૦૦૪૦૬૭૬, નરસિંહભાઈ ગાગલ : ૯૪૨૯૮૨૧૫૩૪, દેવાંશીબેન ગઢવી : ૯૦૩૩૬૪૫૭૧૬, સ્પર્ધાના નિયમો હારમોનિયમ :- આ સ્પર્ધાનો સમય ૬ મિનીટનો રહેશે., સહાયકની સંખ્યા ૧ રહેશે, હળવા સંગીત રૂપે કૃતિ રજુ કરવી જેમાં ફિલ્મી સંગીત ન હોવું જોઈએ. તબલા :-૧. આ સ્પર્ધાનો સમય ૭ મિનીટનો રહેશે. ૨.. સહાયકની સંખ્યા ૧ રહેશે.વાંસળી :- સ્પર્ધાનું સમય ૭ મિનીટ નું રહેશે, સહાયકની સંખ્યા ૧ રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.