રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની રજુઆતથી કચ્છના રાજમાર્ગો માટે ત્રણસો કરોડ રૂપિયા મંજુર થયા
ભુજ, સોમવારઃ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી અને અંજાર મતવિસ્તારના ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે વિધાનસભામાં કચ્છના રાજમાર્ગો માટે રીકાર્પેટ કરવા અંગે રજુઆત કરી હતી. જેને ધ્યાને લઇને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તથા માર્ગ અને મકાન મંત્રીશ્રી નિતીનભાઇ પટેલે છ વિધાનસભા મતવિસ્તાર માટે દરેક માટે ૫૦ કરોડ રૂપિયા કર્યા છે જે પૈકી અંજાર વિધાનસભા મતવિસ્તાર માટે રૂ.૩૪.૭૫ કરોડ મંજુર કર્યા છે. જેમાં સાત વર્ષથી વધુ સમયના રીકાર્પેટ ન થયેલા હોય તેવા રાજય સરકારશ્રી હસ્તકના રૂ.૨૧.૬૫ કરોડના રસ્તાઓ અને પંચાયત હસ્તકના રૂ.૧૩.૧૦ કરોડના રસ્તાઓ આમ કુલ રૂ.૩૪.૭૫ કરોડના રસ્તાઓના કામોને રાજય સરકાર તરફથી મંજુરી આપવામાં આવી છે.
જેમાં રાજય સરકાર હસ્તકના કુકમા-ચકાર-ચંદીયા રોડ માટે રૂ.૭૫૦ લાખ, કન્યાબે-જવાહરનગર-ડગાળા-મોખાણા રોડ માટે રૂ.૪૬૦ લાખ, મોડસર-સુગારીયા-લાખાપર-ટપ્પર-ભીમાસર રોડ માટે રૂ.૬૩૦ લાખ અને અજાપર-મોડવદર માટે રૂ.૩૨૫ લાખ આમ કુલ રૂ.૨૧.૬૫ કરોડ તેમજ પંચાયત હસ્તકના રામપર-કન્યાબે રોડ માટે રૂ.૧૯૫ લાખ, ખીરસરા-મુવારવાંઢ રોડ માટે રૂ.૧૧૦ લાખ, કુકમા સ્ટેશન રોડ માટે રૂ.૨૦ લાખ, હાજાપર એપ્રોચ રોડ માટે રૂ.૨૦ લાખ, ગળપાદર એપ્રોચ રોડ માટે રૂ.૬૦ લાખ, ગડા એપ્રોચ રોડ માટે રૂ.૫૦ લાખ, રતનાલ-કંઢેરાઇ રોડ માટે રૂ.૧૦૦ લાખ, ખેંગારપર-શ્રવણ કાવડીયા મંદિર રોડ માટે રૂ.૧૮૦ લાખ, નાગોર-સરસપર-ત્રંબો રોડ માટે ૧૪૦ લાખ, કોટડા-સણોસરા રોડ માટે રૂ.૧૨૫ લાખ લાખ, લાખોંદ-કાળી તલાવડી રોડ માટે રૂ.૭૫ લાખ, કાળી તલાવડી-ચપરેડી માટે રૂ.૧૨૫ લાખ એમ કુલ રૂ.૧૩.૧૦ કરોડ એમ કુલ રૂ.૩૪.૭૫ કરોડની રકમ કચ્છ જિલ્લાના માર્ગ રીકાર્પેટ કરવા માટે મંજુર કરવામાં આવી છે. રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની રજુઆતોના પગલે મંજુર થયેલ આ રકમની જાણ થતાં રાજયમંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલનો આભાર માન્યો હતો.