ચાર પૈડા વાળા વાહન ખરીદવા આઇ ખેડૂત પોર્ટલ પર આગામી ૩૧મી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
ભુજ, મંગળવારઃ
રાજય સરકારશ્રી દ્વારા રાજયમાં ખેડૂતો આત્મ નિર્ભર બને તે હેતુ થી રાજયમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નવીન યોજનાઓ ખેડૂતોનાં હિતાર્થે બહાર પાડેલ છે. જેમાં કિશાન પરિવહન યોજના હેઠળ મીડીયમ સાઇઝનાં ચાર પૈડા વાળા અને ૬૦૦ કિ.ગ્રા. થી ૧૫૦૦ કિ.ગ્રા. સુધીની ભાર વહન ક્ષમતા વાળા વાહન ખરીદવા માટે નાના/સીમાંત/મહિલા / અનુ.જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતો ને ૩૫% અથવા રૂ.૭૫૦૦૦/- અને અન્ય ખેડૂતો ને ૨૫% અથવા રૂ.૫૦૦૦૦/- સુધીની સહાય મળવાપત્ર છે. જેની ત્રીજા તબક્કાની ઓનલાઇન અરજીઓ મેળવવા સારૂ તા.૩૧/૦૧/૨૦૨૧ સુધી પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. જેની અરજી તા.૩૧/૦૧/૨૦૨૧ સુધી www.ikhedut.gujarat.gov.inપોર્ટલ પર કરી શકાશે. વધુ માહિતી માટે ikhedut portal અથવા નજીકનાં ગ્રામસેવકનો સંપર્ક કરવો.
ઉપરોક્ત યોજનાનો લાભ લેવા ઇચ્છતા કચ્છ જીલ્લાના ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતેના વી.સી.ઇ. મારફત અથવા ઇન્ટરનેટ મારફતે www.ikhedut.gujarat.gov.inપોર્ટલ પર ઓન લાઇન અરજી કરીને અરજદાર ખેડૂતોએ સહી કરેલા ઓનલાઇન અરજીપત્રકની પ્રિન્ટ આઉટ, ૭/૧૨ ની નકલ, ૮-અ ની નકલ, આધાર કાર્ડ સાથે લિંક હોય તેવા પોતાના બેંક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ્ડ ચેક સહિતના જરૂરી દસ્તાવેજો સત્વરે ગ્રામ સેવક અથવા જે તે તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી (ખેતી)ની કચેરીને સાધનિક કાગળો સાથે દિન–૭માં અરજી આપવાની રહેશે. કચ્છ જીલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે માટે જીલ્લા ખેતીવાડી અધિકારી, કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦