આગામી ૨૬મી જાન્યુઆરીએ ચિત્ર સ્પર્ધા
૦૮ થી ૧૩ વર્ષના બાળકો માટે “૨૬મી જાન્યુઆરી” ચિત્ર સ્પર્ધા
ભુજ, મંગળવારઃ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી આયોજીત જિલ્લા રમતગમત કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગાંધીનગર સંચાલિત “૨૬મી જાન્યુઆરી , પ્રજાસત્તાક દિવસ” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે.
હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઇઝના (૮.૩”x ૧૧.૭”) ડ્રોઇંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવ્યા બાદ જિલ્લા રમતગમત કચેરી ખાતે તા.૧૩-૧-૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉંમરના પુરાવા તરીકે (આધારકાર્ડ/જન્મ તારીખનો દાખલો) ની ઝેરોક્ષ અને બેન્ક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે. આ સ્પર્ધામાં ૦૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાંથી કચ્છ જીલ્લામાંથી ત્રણ ચિત્રની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે.આ જેમા સમગ્ર રાજ્યમાંથી આવેલા ચિત્રો પૈકી બેસ્ટ ૩૦ ચિત્રોના સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થળ પર ચિત્ર બનાવવાના રહેશે. જે પૈકી ૧૦ વિજેતા પસંદગી કરવામાં આવશે.
રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ।.૨૫,૦૦૦/- દ્ધિતીય વિજેતાને રૂ।.૧૫,૦૦૦/- અને તૃતીય વિજેતાને રૂ।.૧૦,૦૦૦/ એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ।.૫,૦૦૦/- (પ્રત્યેકને) મુજન આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઇંગ કીટ) આપવામાં આવશે.
જિલ્લાકક્ષા સ્પર્ધામાં કોઇ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી તા.૧૩-૧-૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં.૪૧૧, ત્રીજો માળ, બહુમાળી ભવન,ભુજ ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતી કરવાની રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના પરથી મેળવી શકાશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.
૦ ૦ ૦ ૦ ૦ ૦