જૂનાગઢ: બામણ ગામે યુવક ઉપર છરી વડે કરાયો હુમલો

જુનાગઢ તાલુકાના બામણ ગામે હોટલે ચા પીવા ઉભેલ કેશોદના યુવક પર બાપ અને દિકરા બંને શખ્સો ગાળો ભાંડી છરી અને લાકડી વડે માર માર્યાની તાલુકા પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો.
આ અનુસાર જુનાગઢ તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મુળ કેવદ્રા (કેશોદ) હાલ વડાલ ગામે રહેતા તરૂણભાઇ મોહનભાઇ (ઉ.વ.37) ત્યારે શખ્સો ટપુ મકવાણા અને તેનો પુત્ર ભુપત ધીરૂ મકવાણાએ ત્યાં આવી જેમ મજા આવે તેમ ગાળો આપી ધીરૂ ટપુએ છરી ના ઘા માથા અને કપાળના ભાગમાં મારી લોહી લુહાણ કરી નાખેલ હતા. જ્યારે ભુપતિ ધીરૂ મકવાણાએ લાકડીઓના ઘા પગમાં અને હાથના ભાગમાં માર્યાનો ગુનો તાલુકા પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.