કોરોના મહામારીના કારણે નવાં વર્ષને ઘરમાં જ અવકારમાં આવ્યો

આ વર્ષે કોરોના મહામારીને કારણે ઉજવણી-પાર્ટી પર લાગેલી પાબંદી અને બીકને લીધે કચ્છમાં આ વખતે કેકનું વધુ વેચાણ થયું હતું. આ વખતે લોકોએ ઘરમાં પરિવાર સાથે સમૂહમાં કેક કટિંગ કરીને નવાં વર્ષને આવકાર આપ્યો હતો. કચ્છના તમામ નગરોમાં કેક શોપ કે બેકરીમાં દિવસભર ગ્રાહકી જોવા મળી હતી. એક વિક્રેતા દ્વારા જાણવા મળ્યું હતું કે, અમે અમારી સંમતા કરતાં વધુ કેક બનાવી હતી અને એટલા પ્રમાણમાં ગ્રાહકી પણ થઈ હતી. પરિવાર સાથે ચોકલેટ કેક ખરીદવા આવેલા ગ્રાહક દ્વારા જાણવા મળ્યું હતું કે, 2020નું વર્ષ એટલું તો નિરાશાભર્યું હતું કે તેની વિદાયનો સૌને વિશેષ આનંદ છે.


-મળતી માહિતી મુજબ