ગીધની પ્રજાતિ લુપ્ત થઇ રહી છે , ત્યારે ડાકુ ગીધની પ્રજાતિ દેખાઈ

ઉત્તર બાજુએ આવેલ વન વિભાગના રણ વિસ્તારમાં હિમાલય અને નેપાળમાં જોવા મળતી ડાકુ ગીધની પ્રજાતિ દેખાઇ છે. આ બાબતે રાપર દક્ષિણ રેન્જના આર.એફ.ઓ. ચેતન પટેલ દ્વ્રારા જાણવા મળ્યું હતું કે, કુદરતના સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા ગીધની પ્રજાતિ લુપ્ત થઇ રહી છે. ગુજરાતમાં અમુક જગ્યાએ જ ગીધ જોવા મળે છે, તો કચ્છ જિલ્લામાં લુપ્ત થઇ રહેલા ગીધની વસતી બે આંકડામાં છે. ત્યારે વાગડના રણ વિસ્તારમાં હિમાલય અને નેપાળમાં જોવા મળતું ડાકુ ગીધ દેખાતાં આનંદની લાગણી ફેલાઈ છે અને આ ગીધના રક્ષાત્મક ઉપાયો અંગે વનતંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ ડાકુ ગીધ આકાશમાંથી પક્ષી પર તરાપ મારી શિકાર કરે છે અને મૃત જાનવરના મૃતદેહને પણ જોઇ લે છે. આ ગીધની પ્રજાતિ સૌથી મોટી છે. ગીધ જોવા મળતાં વરસો બાદ પ્રકૃતિ અને પક્ષી પ્રેમીઓ રોમાંચિત થયા હતા.


-મળતી માહિતી મુજબ