શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર ભચાઉ દ્વ્રારા જરૂરતમંદ શ્રમજીવી પરિવારના લોકોને સોલાપૂરી ચાદરનું વિતરણ કરવામાં આવ્યું
શ્રી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વ્રારા ભચાઉ નગરે હાર્ડ થીજવતી કડકડતી ઠંડીમાં હાઇવે રોડ ઉપરની ઝૂંપડપટ્ટીમાં આસરો મેળવતા શ્રમજીવી પરિવારોને દાતાશ્રીઓ માતૃશ્રી બબીબેન અનોપચંદ ભાઈ દામજી ભાઈ મેહતા તથા એક સદ ગૃહસ્થશ્રી ના સહયોગથી સોલાપૂરી ચાદરો નુ આજ રોજે વિતરણ કરવામાં આવી તથા શ્રી મહાવીર અનુકંપા ના બેનર હેઠળ દર રવિવારે શ્રમજીવી લોકોને ભોજન શિયાળાની ઠંડીમાં ધાબળા વિતરણ તથા નોટબુક વિતરણ પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં આઠે દિવસ અનુકંપા ધન તથા હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ જીવદયા પ્રવૃત્તિ આવી અનેક વિવિધપ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં અનુકંપા કેન્દ્રના ભચાઉના ઉત્સાહી સંચાલકો સર્વશ્રી અરવિંદ ધનજી મહેતા, અશોક ચમન લાલ વોરા સતત કાળજીપૂર્વક સાથી કાર્યકરો ગૌતમ શાહ, તુષાર કુબડીયા, ચેતન ગાંધી, પ્રકાશ શેઠ, હાર્દિક મહેતા, દિનેશ મહેતા, સિદ્ધાર્થ મહેતા, તીર્થ મહેતા, અર્હમ વોરા, વીર મોરબિયા, પ્રિન્સ મહેતા, જૈનમ શાહ વગેરે યુવાનો નિયમિત સેવાકીય પ્રવૃતિઓ કરે છે. જે અનુમોદનીય છે. શ્રી ભચાઉ જૈન શ્વેતાંબર મૂર્તપૂજક સંઘ તથા શ્રી વિશા ઓશવાળ જૈન સંઘ નો સહયોગ તથા માર્ગ દર્શન સાપડતું રહે છે. તથા અન્ય સંઘના અને અન્ય જ્ઞાતિઓ નો સાથ સહકાર મળતો રહે છે. આજે યોજાયેલ ચાદર વિતરણ પ્રસંગે શ્રી ભચાઉ જૈન સંઘ ના ટ્રસ્ટી રમણીક લાલ પી મેહતા શ્રી વિશા ઓશવાળ મહાજન ના પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મી ચંદ ભાઈ ચરલા પત્રકાર શ્રી મહેશભાઈ શાહ લાયન્સ, શ્રી જયેન્દ્ર ભાઈ શાહ, શ્રી રાજુ ભાઈ વોરા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર ના ઉત્સાહી સંચાલકો શ્રી અરવિંદ ભાઈ મેહતા તથા અશોક ભાઈ વોરા અને તેમની ટીમ ને અભિનંદન પાઠવી સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી.
- રિપોટર બાય: અસલમ સોલંકી (ભચાઉ)