કોઠારમાં રૂા. 10 અને 20 પ્રતિ કિલો સસ્તા ભાવે શાકભાજીનું વેચાણ
કોઠારા ગામમાં માંડવી (નવાવાસ) ના શાકભાજીના વેપારી ટેમ્પા દ્વારા તાજા-શાકભાજી રૂા. 10 અને 20 પ્રતિ કિલો થોડા સમયમાં જ શાકભાજી વેચાણ કરી જાય છે. છેલ્લા એક મહિનાથી શાકભાજીના વેપારી ચાકી ફિરોઝભાઈ (ફિરદોશ) આવી અને રૂા. 10 અને 20 કિલોની બૂમો પડતાં જ લોકો શાકભાજી લેવા માટે આવી પહોચે છે. આ શાકભાજીમાં ટમેટાં, મરચાં, ફલાવર, કોબી, રીંગણાં ગાજર વગેરેનું વેચાણ કરી રહ્યા છે. કોઠારા ઉપરાંત અન્ય આસપાસ ગામોના લોકો પણ અહી ખરીદી કરવા આવે છે.સસ્તા ભાવે શાકભાજીના વેચાણથી સીધો ફાયદો ગૃહિણીઓને થઈ રહ્યો છે.તેઓ દ્વારા જાણવા મળ્યું છે કે, શિયાળામાં શાકભાજી સસ્તા છે, પરંતુ ઉનાળામાં મળતા મોંઘા શાકભાજી પણ સસ્તા ભાવે આપશે તો બીજી બાજુ કોઠારાના અન્ય એક વેપારીએ પણ શાકભાજી સસ્તા ભાવે વેચાણ ચાલુ કર્યું છે. જેથી કોઠારામાં અન્ય શાકભાજીના વેપારીઓ નવરા જોવા મળી રહ્યા છે.
- મળતી માહિતી મુજબ