ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ આપત્તિ લક્ષી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્‍દ્ર, ગુજરાત
ગેસ અને રેડક્રોસ સોસાયટી દ્રારા આપત્તિ લક્ષી જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભુજ શહેરમાં આવેલ ઉમાનગર કો ઓપરેટીવ સોસાયટીની ગૃહિણીઓને આપત્તિ કેવી રીતે ટાળી શકાય તથા આપત્તિનો સામનો કેવી રીતે કરવો ? અને ફસ્ટ એઇડ સારવાર કેવી રીતે કરવી તેનુ માર્ગદર્શન આપવામાં આવ્યુ. કાર્યક્રમમાં આપત્તિને પહોંચી વળવાની ક્ષમતા વિકસાવવા હેતુ ભુજ નગરપાલીકા ફાયર બ્રિગેડની ટીમ તરફથી આગના બનાવો અંગે જરૂરી સાવચેતીઓ અને જરૂર પડે તો આગ બુઝાવવાની વિસ્તૃત તાલીમ આપવામાં આવી તથા રેડક્રોસ સોસાયટી તરફથી બેઝિક લાઇફ સપોર્ટના ભાગરૂપે ગૃહિણીઓને સી.પી.આર. તાલીમ આપવામાં આવી હતી.તદુપરાંત ગુજરાત ગેસ દ્રારા પાઇપલાઇન ગેસનાં વિસ્‍તૃતતા નેટવર્કને ધ્યાને લઇ ગૃહિણિઓને જરૂરી સાવચેતી સલામતી અને આપાતકાલીન સ્થિતિમાં રીસ્‍પોન્‍સ કરવા બાબત જરૂરી તાલીમ પુરી પાડી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્‍દ્રના ડિઝાસ્ટર મેનેજમેન્‍ટના મામલતદાર શ્રી સી. આર. પ્રજાપતિ, ડિસ્ટ્રીકટ પ્રોજેકટ ઓફિસર શ્રી માધવ હાથી, તથા ફાયર બ્રિગેડના ફાયર ઓફિસરશ્રી સચીન પરમાર ગુજરાત ગેસ લિ. ના સુબ્રતા બેનરજી (જી.એ. હેડ કચ્છ પશ્ચિમ), મયંક ભટ્ટ (સિનિયર ઓફિસર, એચ.એસ.ઇ.)
અને રેડક્રોસ સોસાયટીના સી.ઇ.ઓ. કચ્છ ડીસ્ટ્રીકટ બ્રાન્‍ચ તુષાર ઠકકર અને તેમનો સ્ટાફ પણ
ઉપસ્થિત રહ્યો. અને કાર્યક્રમમાં આપત્તિ લક્ષી તમામ પ્રકારનું માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યુ.