કેમિકલયુક્ત પાણીને નદીમાં, તળાવના વહેણમાં ઠાલવવામાં આવતાં હોવાથી અનેક પશુઓ મૃત્યુ પામ્યા

ચાડવા રખાલમાં સામત્રા-વાડાસર રોડ પર આવેલી જે પુંજારા તળાવની પાળ પાછળ નશાયુકત-કેમિકલવાળાં પાણી વહીને જે દૂષિત કરી રહ્યાં છે. આ દૂષિત પાણી પીતાં પશુઓને આંખે અંધાપો આવી જાય છે. ત્યારબાદ બે-ત્રણ દિવસમાં લોહીના ઝાડા થાય છે અને મૃત્યુ પામે છે. તેવું માલ ચરાવતા માલધારી આક્રોશ દ્વારા જાણવા મળ્યું હતું કે, નજીકના દિવસોમાં દુઝણી ગાય તથા એક વાછરડી સાથે અન્ય જીવ એમ ઉપરા ઉપરી ગૌવંશ મૃત્યુ પામતાં માલધારીની હાલત ઘંભીર બની છે.આ ઘટનાથી જાણવા મળ્યું હતું કે, આ તળાવની આજુબાજુ દેશી દારૂની ભઠ્ઠી આવેલી છે. તેના નકામાં પદાર્થને નદીમાં, તળાવના વહેણમાં ઠાલવવામાં આવતાં હોવાથી પાણી દૂષિત થઇ રહ્યું છે. જંગલી પશુઓ પણ દૂષિત પાણી પીવે છે, તેમનાં કેટલા મૃત્યુ થાય હશે તે જાણવું મુશ્કેલ છે.


-મળતી માહિતી મુજબ