પાલારા ખાસ જેલ, ભુજ માથી વિગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીને પકડતી પાડતી પેરોલ ફલો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ

સરહદી રેંન્જ ભુજના આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધ્યકશ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓ દ્વારા પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામા પેરોલ,ફલો,વચગાળા જામીન,પોલીસ જાપ્તા ફરારી તેમજ જેલ ફરારી કેદી/આરોપીઓને પકડવા સુચના કરવામાાં આવેલ હોય જે અનુસંધાને પેરોલ ફલો સ્કોડ, ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
આજરોજ પેરોલ ફલો સ્કોડના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન
પો.સબ ઇન્સ. શ્રી જે.પી.સોઢા તથા પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર મૂળશંકર રાવલ તથા રઘુવીરસિંહ ઉદ્દુભા જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, પાલારા ખાસ જેલ ભુજમાથી વચગાળાના જામીન પર મુકત થયલ કેદી/આરોપી રાજેશ બચુભાઇ વાઘેલા ઉ.વ.૪૯, રહે.મકાન નાં.૭, ડોલર હોટલની પાછળ, આશાપુરા ટાઉનસીપ, ભુજ વાળો વચગાળાના જામીન પરથી મુકત થયા બાદ હાજર થયેલ નહી અને વચગાળાના જામીન પરથી ફરાર થયેથી પરત જેલમા હાજર થયેલ નહી અને હાલે તે ભુજશહેર છોડી નાશી જવાની પેરવીમાં હોઇ તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી આિારે સ્ટાફના માણસોએ તુરંત વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા બાતમી મુજબનો મજકુર આરોપી મળી આવતા તેને સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
ઉપરોકત કામગીરીમાં પેરોલ ફલો સ્કોડના પો.સબ.ઇંન્સ.શ્રી જે.પી.સોઢા તથા
એ.એસ.આઇ હકરલાલ બારોટ તથા પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા દિનેશ ગઢવી, રઘુવિરસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિં પરમાર તથા ડ્રા.પો.કો. સુરેશભાઈ ચૌધરી નાઓ જોડાયેલ હતા.