એક મેડીકલ સ્ટોરમાં ફરજ બજાવતી નર્સીંગ મહિલા સાથે અશ્ર્લીલ પજવણી કરાઇ

વેરાવળમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં એક મેડીકલ સ્ટોર વિભાગમાં ફરજ બજાવતી નર્સીંગ મહિલા કર્મચારી બે દિવસ પૂર્વે બપોરના સમયે એકલી કામ કરી રહી હતી. તે સમયે દરમ્યાન સાથી વોર્ડ બોય તરીકે ફરજ બજાવતા શૈલેષ સ્ટોરમાં આવી અને મહિલાની બાજુમાં બીજી ખુરશી રાખીને બેસી જઇ વાતચીત કરતા મહિલા કર્મીનો હાથ પકડી છેડછાડ કરવા લાગેલ હતો. જેથી મહિલા કર્મી ગભરાઇને સ્ટોરની બહાર આવી રાડા-રાડ કરવા લાગતા અન્ય વિભાગોમાં હાજર તબીબો અને સ્ટાફ દોડી આવ્યા હતા.જેથી ઉશ્કેરાયેલ વોર્ડ બોડ એ કોઇને કંઇ ન કહેવાનું ધમકી આપી ભાગી ગયો હતો. નર્સીંગ મહિલા કર્મીએ ફરિયાદ નોંધાવતા પોલીસએ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
-મળતી માહિતી મુજબ