શ્રી સાળંગપુર ધામ શ્રી કષ્ટભજનદેવને 108 થી વધારે દિવ્ય શાસ્ત્ર નો શ્રૃંગાર કરવામાં આવ્યો

જગવિખ્યાત શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર ધનૂર્માંસ નિમિતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસ જી (અથાણા વાળા)ની પ્રેરણાથી તથા કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર દાસ જી (અથાણા વાળા) ના માર્ગદર્શન થી તા.૨/૧/૨૦૨૧ ને શનિવાર ના શુભ દિને સત્ શાસ્ત્ર શણગાર અંતર્ગત સવારે ૦૭.૦૦ કલાકે દાદા ની ભવ્ય આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. સત્ શાસ્ત્ર શણગાર અંતર્ગત ૧૮ પુરાણ,૧૦૮ શાસ્ત્ર,૪ વેદ,૧૦ ઉપનિષદ, એવમ આયુર્વેદ શાસ્ત્ર વગેરે ધરાવવામાં આવેલ તેમજ શ્રી કષ્ટ ભંજન દેવને વિશેષ શણગાર કરવામાં આવેલ જેમાં હરી ભક્તોએ દર્શનનો લાભ લીધેલ. આપણા શાસ્ત્ર હિન્દુ સનાતન સંસ્કૃતિની આરાધ શિલા છે.હિન્દુ વૈદિક શાસ્ત્ર જ આપણી જીવન શેલી છે.અને આ જ શાસ્ત્ર ના આધારે આપણું જીવન શાંતિ મય એવમ સુખ મય બની શકે છે. આવો શાસ્ત્રમાં કહેલ જે પણ છે તેને ગ્રહણ કરીએ અને આપણું જીવન દિવ્ય અને ભવ્ય બનાવીએ.

રિપોટર બાય: લાલજી બોટાદ