ભચાઉ નગરપાલિકા વિસ્તારમાં ૧ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની
માર્ગદર્શિકા અનુસાર ભચાઉ નગરપાલિકાના જૈન સોસાયટીમાં શ્રી ચમનલાલ સંઘવીના ઘરથી
શ્રી વિનોદભાઇ જગશીભાઇ ખંડોરના ઘર સુધીને તા.૭/૧ સુધીને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા
ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ
નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પી.એ.જાડેજા દ્વારા ફરમાવેલ છે.