સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી નજીક આવતા અંજાર શહેર મધ્યે સંગઠન લક્ષી મિટિંગ નું આયોજન

IMG-20210102-WA0116

આજ રોજ કરછ જિલ્લા ના પ્રભારી તેમજ દસાડા ના ધારાસભ્ય શ્રી નૌસાદ સોલંકી ની દેખરેખ હેઠળ કરછ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્ર સિંહ તેમજ પૂર્વ વિપક્ષી નેતા વી .કે.હુંબલ ની આગેવાની હેઠળ આગામી સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી નજીક આવતા પેજ સમીતી ,બુથ સમીતી, વોર્ડ પ્રમુખ,પ્રભારી,સંગઠન સમીતી,પ્રચાર પ્રસાર સમીતી વગેરે ની રચના વહેલી તકે કરવા માટે ચર્ચા કરવામા આવેલ હતી.અંજાર શહેર પ્રવક્તા તેમજ પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારા દ્વારા આવકાર પ્રવચન આપેલ હતું. અંજાર શહેર પ્રમુખ રાજેન્દ્ર સિંહ જાડેજા દ્વારા આગામી ચૂંટણી ને કોંગ્રેસ પક્ષ ને જીતાડવા માટે રણશીંગુ ફૂંકવામાં આવેલ તેમજ પક્ષ ના જુના પીઢ આગેવાનો પૂર્વ નગરપતિ ધનજીભાઈ સોરઠીયા,પ્રેમજીભાઈ પ્રજાપતિ,પ્રવીણભાઈ,લીલાધરભાઇ ટાંક,જગદીશભાઈ દરજી ,વેલજીભાઇ ગામોટ, પી,આર મિસ્ત્રી, હાજી ભચલશા શેખ ના અનુભવે ચૂંટણી લડવા મા આવશે. આજે અંજાર શહેર વતી થી મહીલા પ્રમુખ હંસાબેન પ્રજાપતિ,પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ઝાલા,ભગવાનજી દાવડા,ગજરાજ સિંહ ઝાલા,સતીશ હડીયા,રમેશ આહીર,સુનિલ વાઘમશી, ભાણજી મહેશ્વરી,યુવરાજસિંહ વાઘેલા,ડેકા ભાઈ આહીર, વ્રજલાલ બાભણીયા, ભરત ઠક્કર વગેરે ઉપસ્થીત રહેલ હતા. દસાડા ના ધારાસભ્યં નૌસાદ સોલંકી ના હસ્તે અનુસુચીત જનજાતી અંજાર શહેર પ્રમુખ તરીકે ભાણજીભાઇ મહેશ્વરી ને નિમણુંક પત્ર આપી અભિનંદન પાઠવવા મા આવેલ હતા તેવુ અખબારી યાદી દ્વારા પ્રવક્તા તેમજ પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારા એ જણાવ્યું હતું.

રિપોર્ટ બાય હિનલ જોશી અંજાર