મુન્દ્રાથી જુના બંદરને જોડતો માર્ગ ડાયવર્ટ કરાયો

વૈકલ્પિક રૂપે મુન્દ્રા પોર્ટ અને સેઝમાંથી પસાર થતાં રસ્તાનો ઉપયોગ કરી શકાશે
સમગ્ર કચ્છ જિલ્લા સહિત મુન્દ્રા તાલુકામાં ૧૪/૮/૨૦૨૦ થી તા.૧૭/૮/૨૦૨૦
દરમ્યાન ભારે વરસાદના કારણે નાના-મોટા ડેમો ઓવરફલો થતાં તેમજ નદીઓના પુરના
કારણે મુન્દ્રા થી મુન્દ્રા બંદર રોડ પરથી ૪ ફુટથી વધારે ઓવર ટોપીંગ થતાં મુન્દ્રાથી જુના
બંદરને જોડતો રાજય ધોરીમાર્ગ (કિ.મી. /૦ થી ૮/૫૦૦) પર કિ.મી. (૪/૪૫૦ થી ૭૦૦ પર
આવેલ ૨૫ રો ૯૦૦ મી.મી.) ડાયાના પાઇપ કલ્વર્ટ તેમજ અન્ય ૪૫ રો ૯૦૦ મી.મી. ડાયાના
પાઇપ કલ્વર્ટ સંપૂર્ણપણે પાણીના પ્રવાહને લીધે તૂટી ગયેલ છે જેના લીધે તા.૧૮/૮/૨૦૨૦થી
મુન્દ્રાથી જુના બંદરને જોડતો માર્ગ બંધ થયેલ છે. આ રસ્તાના વૈકલ્પિક રૂપે મુન્દ્રા પોર્ટ અને
સેઝમાંથી પસાર થતો રસ્તો ઉપયોગ કરી શકાય તેમ હોઇ આ કામે આ રસ્તા ઉપર બોકસ
કલ્વર્ટની કામગીરીની પ્રક્રિયા પુર્ણ ન થાય ત્યાં સુધી આ રસ્તાના વૈકલ્પિક રૂપે મુન્દ્રા પોર્ટ અને
સેઝમાંથી પસાર થતાં રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
જેથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની
કલમ ૩૩ (૧) (બી) અન્વયે તેમને મળેલ સતાની રૂએ મુન્દ્રાથી જુના બંદરને જોડતો માર્ગ
જતા રોડ તે વાહન વ્યવહાર માટે આ રસ્તો આગામી તા.૨૮/૦૨/૨૦૨૧ સુધી બંધ કરી તેની
અવેજીમાં મુન્દ્રા પોર્ટ અને સેઝના વેસ્ટ પોર્ટ ગેઇટ વાળા રોડનો ઉપયોગ કરી શકાશે. આ હુકમ
અન્વયે સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનોને મુકિત આપવામાં આવે છે.