બાબા રામદેવ બોલ્યા- “હું તો વેક્સિન લેવાનો નથી, કેમ કે મારે એની જરૂરત નથી”
બાબા રામદેવે કહ્યું છે કે, વેક્સિનમાં ના તો ગાયની ચરબી છે અને ના ભૂંડની ચરબી છે. આ હિન્દુ-મુસ્લમાનનો મુદ્દો નથી. આ વિશુદ્ધ રૂપથી એક વૈજ્ઞાનિક રિસર્ચનો મુદ્દો છે. આના સાથે કોઈપણ રીતનો ધાર્મિક સંબંધ જોડવો જોઈએ નહીં. બાબા રામદેવે મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઉપરોક્ત વાતો ઉપરાંત તે પણ કહ્યું કે, “હું તો વેક્સિન લેવાનો નથી, કેમ કે મારે એની જરૂરત નથી.”
બાબા રામદેવે કહ્યું કે, હું ચેનલ પર જાહેરમાં કહું છું કે, વેક્સિનનો ઉપયોગ કરીશ નહીં કેમ કે, મને આની આવશ્યકતા નથી. મને કોરોના થશે પણ નહીં. હું અનેક લોકોને મળું છું અને થોડા ઘણા પ્રિકૉશન પણ લઉં છું, કોરોના ગમે તેટલા અવતાર લઈને આવે મને કશું જ થશે નહીં.
ઈન્ટરવ્યુ દરમિયાન બાબા રામદેવને પૂછવામાં આવ્યું કે, કોરોના ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે પરંતુ નવા સ્ટ્રેને તણાવમાં વધારો કર્યો છે તો શું તમને લાગે છે કે, કોરોના વર્ષના શરૂઆતમાં જ ભારતથી ચાલ્યો જશે? તેના જવાબમાં રામદેવે કહ્યું કે, હાલમાં 2021 સુધી સામાન્ય લોકોને વેક્સિન મળવાની સંભાવના નજીવી છે. તેમને કહ્યું કે, આ વેક્સિન દવા નથી પરંતુ બચાવ છે. તેમને આગળ કહ્યું કે, હું વેક્સિનનો વિરોધ કરી રહ્યો નથી, પરંતુ હજું તે માહિતી સામે આવી નથી કે, વેક્સિન 6 મહિના પછી કેટલા દિવસ સુધી ઈમ્યૂનિટીને જાળવી રાખશે તે નક્કી નથી પરંતુ યોગથી ઈમ્યનિટી હંમેશા જાળવી રાખે છે