સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે મહત્વની બેઠક, MSP સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા

કૃષિ કાયદા વિરુદ્ધ (Farm Laws 2020) ખેડૂતોનું આંદોલન (Farmers Protest In India) આજે 40માં દિવસે પણ યથાવત રહ્યું છે. 26 નવેમ્બરથી દિલ્હીની બોર્ડરો પર ધરણાં પર બેઠેલા ખેડૂતોની સરકાર સાથે અત્યાર સુધીમાં 7 વખત વાતચીત થઈ ચૂકી છે. આજે એક વખત ફરીથી ખેડૂત નેતા અને કેન્દ્રીય મંત્રી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 2 વાગ્યે બેઠક કરશે.

અગાઉ 30 ડિસેમ્બરે 7માં તબક્કાની બેઠક થઈ હતી. જેમાં ખેડૂતોના 4 પ્રસ્તાવમાંથી બે પર સહમતિ સધાઈ ચૂકી હતી. બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, પર્યાવરણ સબંધી બિલ પર સહમતિ થઈ ગઈ છે. એવામાં હવે પરાળી સળગાવવી ગુનો નથી. આ સાથે વીજ બિલની સમસ્યાનું પણ સમાધાન થઈ ચૂક્યું છે. જે બે મુદ્દાઓ પર હજુ વાંધો છે, તે કૃષિ કાયદાને પરત લેવા અને MSP છે. આ બન્ને મુદ્દાઓ પર આજે વાતચીત થવાની છે. 

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજની વાર્તાનું સકારાત્મક પરિણામ આવશે, તેવી આશા વ્યક્ત કરી છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈ જ્યોતિષી નથી કે, જણાવી શકે કે આંદોલનકારી ખેડૂતો સાથે થનારી આ બેઠક આખરી હશે.

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ આશા વ્યક્ત કરી કે, આજની વાતચીતથી સમાધાન નીકળી શકે છે અને કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન સમાપ્ત થઈ શકે છે. તેમણે કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી દળો પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. રવિવારની રજા હોવા છતાં કૃષિ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી. Farmers Protest In India

કેન્દ્રીય મંત્રી તોમર અને પીપુષ ગોયલે ખેડૂત સંગઠનો સાથે વાર્ત કર્યા પહેલા ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના આવાસ પર ચર્ચા કરી હતી. ગઈકાલે દિવસભર વરસાદના કારણે ખેડૂત સંગઠનો વચ્ચે કોઈ સત્તાવાર બેઠક નહતી થઈ શકી.

શનિવારની રાતથી પડી રહેલા વરસાદ અને કાતિલ ઠંડીએ દિલ્હીની બોર્ડરો પર ધરણાં પર બેઠેલા ખેડૂત સંગઠનો અને તેમના સમર્થકોની મુશ્કેલી વધારી દીધી છે. જેના કારણે ખેડૂત સંગઠનો પર પણ આંદોલનને લાંબુ ના ખેંચવા માટે દબાણ હશે.

સંયુક્ત કિસાન મોર્ચાએ પોતાની આગામી રણનીતિ અંતર્ગત 6 જાન્યુઆરીએ કિસાન ટ્રેક્ટર માર્ચ નીકાળવાનું આયોજન કર્યું છે. જ્યારે 15 જાન્યુઆરી સુધી ભાજપના નેતાઓનો ઘેરાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 23 જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝની જયંતિ પર તમામ રાજ્યોમાં રાજભવન સુધી માર્ચ નીકાળવામાં આવશે. જ્યારે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની કિસાન પરેડ નીકાળવાની યોજના છે. આ યોજના ત્યાં લાગૂ થશે, જ્યારે સોમવારની બેઠકમાં કોઈ પરિણામ નહીં આવે. Farmers Protest In India