સુરત: કોસંબામાંથી ઝારખંડનો ફરાર નક્સલી ઝડપાયો, અનેક ગુનામાં હતો વૉન્ટેડ

ઝારખંડ પોલીસ અને કોસંબા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં સુરતના કોસંબામાંથી વોન્ટેડ નક્સલી (Wanted Naxal) ગુડ્ડસિંહ અનિરુદ્ધ સિંહને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી વર્ષ 2011 અને 2013ના આર્મ્સ એક્ટ સહિતના અન્ય ગુનામાં વોન્ટેડ હતો. Jharkhand Wanted Naxal Held

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગુડ્ડૂસિંહ અનિરુદ્ધ સિંહ કોસંબાના ફેરડીલ પાર્કમાં આવેલી કુસુમગર કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી મશીન મેકેનિક તરીકે કામ કરી રહ્યો હતો. Jharkhand Wanted Naxal He

આ અંગેની જાણકારી મળતા ઝારખંડ અને કોસંબા પોલીસે આ નકસલીને દબોચી લીધો છે. ઝડપાયેલો નકસલી ઝારખંડના પલામુ જિલ્લાનો વતની હોવાની માહિતી મળી છે. ઝારખંડ પોલીસે ત્રણ દિવસથી કોસંબા પોલીસ સાથે રહીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જે બાદ આરોપીને ઝડપી પાડ્યો  હતો. Jharkhand Wanted Naxal Held

આરોપી ગુડ્ડૂસિંહ છેલ્લા ઘણાં સમયથી કોસંબામાં રહેતો હતો અને અહીં ફેડરીલ પાર્કમાં આવેલ કંપનીમાં મશીન મેકેનિક તરીકે કામ કરતો હતો. જો કે તેની પાસેથી મળી આવેલા આધાર કાર્ડમાં તેનું નામ સિંહ પરિમલ પ્રતાપ નારાયણ છે.