બે કોરોના વૅક્સીનને મંજૂરી મળતા PM મોદીનું ટ્વીટ- ‘ભારત માટે ગર્વની વાત

કોરોના સામે જંગ (India Fight Against Corona) લડી રહેલા ભારતમાં એક નહીં, પરંતુ બે કોરોના વૅક્સીનના (Corona Vaccine) ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. DCGI તરફથી ‘કોવિશીલ્ડ’ (Covishield) અને ‘કોવેક્સીન’ (Covaxin) નામની બે કોરોના વૅક્સીનોના (Corona Vaccine) ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારે વડાપ્રધાન મોદીની (PM Modi) પ્રતિક્રિયા સામે આવી છે.
આ અંગે PM મોદીએ (PM Modi) ટ્વીટ કરીને જણાવ્યું કે, વૅક્સીનને (Corona Vaccine) મંજૂરી મળવી એ કોરોના સામે જંગનો (India Fight Against Corona) નિર્ણાયક તબક્કો છે. દરેક ભારતીયોને ગર્વ થશે કે, જે બે વૅક્સીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે, તે ભારતમાં જ બની છે.
વડાપ્રધાન મોદીએ (PM Modi) વૈજ્ઞાનિકોની પ્રશંસા કરતા જણાવ્યું કે, આપણા વૈજ્ઞાનિકોએ પણ આત્મનિર્ભર ભારતનો રસ્તો બતાવ્યો છે. PM મોદીએ વૅક્સીનના (Corona Vaccine) ઈમરજન્સી ઉપયોગની મંજૂરીને એક લાંબી લડાઈનો ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું કે, સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકની કોરોના વૅક્સીનને DCGIની મંજૂરી બાદ કોરોના મુક્ત અને સ્વસ્થ ભારતનો માર્ગ મોકળો બનશે. આ માટે વડાપ્રધાને દેશ અને આકરી મહેનત માટે વૈજ્ઞાનિકો અને રિસર્ચરોને પણ શુભેચ્છા પાઠવી
સીરમ ઈન્સ્ટીટ્યૂટના અદાર પૂનાવાલાએ (Adar Poonawalla) ટ્વીટ કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, વૅક્સીનના સંગ્રહ સહિતના તમામ જોખમો સીરમ ઈન્સ્ટીટ્યૂટ લઈ રહ્યું છે. ભારતની પ્રથમ કોરોના વૅક્સીન કોવિશીલ્ડને મંજૂરી મળી ગઈ છે. જે એકદમ સુરક્ષિત અને અસરકારક છે.