સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધસારો, સોશિયલ ડિસ્ટનસિંગના ઉડયા ધજાગરા

સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity Tourists) પર નવા વર્ષની ઉજવણી કરવા માટે પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઈન બૂકિંગ ફૂલ થઈ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે. પહેલા પાંચ સ્લોટમાં વ્યુઈંગ ગેલેરીમાં 500 પ્રવાસીઓનો મર્યાદા હતી જે વધારી 5500 કરવામાં આવી છે.એટલું જ નહીં ટોટલ 7000 પ્રવાસીઓને પ્રવેશ મળશે.
કોરોના કાળમા લાંબુ લોકડાઉન ભોગવી કંટાળેલી ગુજરાત સહીત ભારત ભરની જનતા હજુ શહેરી વિસ્તારમાં રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યું છે.ત્યારે નવા વર્ષમાં શનિવાર રવિવારની રજાઓમાં પ્રવાસીઓ કરફ્યુ મુક્ત કેવડિયામાં (Statue of Unity Tourists) આવી રહ્યા છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી, (Statue of Unity Tourists) જંગલ સફારી, એકતા નર્સરી પર રજાઓમાં પ્રવાસીઓની મોટી ભીડ જોવા મળી હતી.ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity Tourists) અને જંગલ સફારીમાં સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડયા હતા.જો કે તંત્રએ કોવિડ ગાઈડલાઈન જાળવવા પૂરે પુરી વ્યવસ્થાઓ કરી હતી પણ પ્રવાસીઓ અંદર ગયા પછી કોવિડ ગાઈડલાઈન જાળવવાનું ભૂલ્યા હતા.