કંગનાના ફરી વિવાદિત બોલ, ‘JNU અને શાહિનબાગને સમર્થન આપનારા એક્ટર પણ આતંકવાદી’

1609730266325

ગત વર્ષે દિલ્હી હિંસામાં 50થી વધુ લોકોના મોત થયા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન અનેક લોકોની ધરપકડ થઇ હતી. આ લિસ્ટમાં ઉમર ખાલિદનું પણ નામ સામેલ હતું. તેની વિરુદ્ધ તાજેતરમાં જ દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. Kangana Ranaut

ચાર્જશીટમાં ઉમરની હિંસામાં સક્રિય ભૂમિકા પર ભાર આપવામાં આવ્યો છે, આ ઉપરાંત તેના એ નિવેદનનું પણ સમાવેશ કરાયુ છે, જેમાં તેણે કહ્યું હતુ કે પ્રદર્શન દરમિયાન મહિલાઓ અને બાળકોનો ઉપયોગ થયો હતો. Kangana Ranaut

હવે અભિનેત્રી કંગના રનૌતે ઉમર ખાલિદના આ કબૂલાત પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે આખા બોલીવુડને આડે હાથ લેતા એ દરેક સેલેબ્રિટી પર નિશાન સાધ્યુ છે, જેમણે શાહીનબાગ- અથવા જેએનયૂના વિદ્યાર્થીને ટેકો આપ્યો હતો. Kangana Ranaut

ટ્વીટમાં કંગનાએ લખ્યુ છે કે ”Bullydawood” ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વધુ એક ભાંડો ફૂટ્યો. જેએનયૂ વિદ્યાર્થી અને શાહીન બાગ ધરણાને સમર્થન આપનારા આતંકવાદીથી ઓછા નથી. તેમણે પણ હિંસા ભડકાવવામાં સક્રિય ભૂમિકા નિભાવી છે. હિન્દુસ્તાન જાગો અને જુઓ.

કંગના રનૌત આટલે જ નથી રોકાઇ. તેણે નામ લીધા વગર સ્વરા ભાસ્કર, અનુરાગ કશ્યપ જેવા સેલેબ્સ પર કટાક્ષ કરતા પૂછ્યુ કે હવે તેઓ માફી માંગશે. તેણે લખ્યુ કે હવે એ સાબિત થઇ ચુક્યુ છે કે નાગરિકત્વ કાયદા વિરુદ્ધ જેએનયૂ વિદ્યાર્થીઓએ ખોટો પ્રચાર કર્યો હતો. તેમણે સ્વીકાર્યુ કે તેઓ નફરત ફેલાવવામાં સામેલ હતા. હવે હવે આ ફિલ્મી જોકર શું માફી માંગશે? Kangana Ranaut

કંગના રનૌતનો આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં બોલીવુડના એક જૂથને પોતાના નિશાના પર લીધો છે. જ્યારે દિલ્હીમાં શાહીન બાગમાં ધરણા પ્રદર્શન થઇ રહ્યા હતા, ત્યારે પણ અભિનેત્રીએ તેના વિરુદ્ધ ખુલીને વાત રાખી હતી.