ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે કચ્છમાં કાતિલ ઠંડી, નલિયામાં પારો ગગડ્યો

Cold_Sandesh

copy image

ઉત્તર ભારત (North India)માં થઈ રહેલી હિમવર્ષાના કારણે કચ્છ જિલ્લામાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છ (Kutch)ના કોલ્ડસિટી ગણાતા નલિયા (Naliya)માં ઠંડીનો પારો ગગડી રહ્યો છે, જ્યારે ભુજ (bhuj)માં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે. કચ્છના નલિયામાં 6.7 ડીગ્રી, કંડલા પોર્ટ (Kandala Port) 8.7 ડીગ્રી અને ભુજમાં 10.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.નલિયા અને કંડલા પોર્ટ પર ઠંડીનો પારો સિંગલ ડિઝીટ પર પહોંચી ગયો છે. કચ્છમાં લોકો હાડ થીજવતી ઠડીનો અનુભવ કરી રહ્યા છે. કાતિલ ઠંડીની અસર જન-જીવન પર પડી છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે. ભુજમાં વૉક વે અને ગાર્ડન્સમાં વહેલી સવારે વોકિંગ અને કસરત કરતા લોકોની સંખ્યામાં પણ ઠંડીના કારણે ઘટાડો જોવા મળી રહ્યો છે.