જેલમાંથી પેરોલ મેળવીને ફરાર થઈ ગયેલા વાહનચોરને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ

0ce3fb572a3b6d32a2e301b720dcab0b05a1c9f794850ac923ee9e678cf07a4d

વચગાળાના જામીન પરથી, પેરોલ તથા ફર્લો રજા પરથી તથા પોલીસ જાપ્તામાંથી ફરાર કેદી તેમજ નાસતા ફરતા (વોન્ટેડ) આરોપીને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડે જેલમાંથી પેરોલ મળી ને ફરાર થયેલા ચોરીના આરોપીને ઝડપી લઇ કાર્યવાહી કરી છે. ક્રુષ્ણનગર સોસાયટી,શેરી નં-06,પોપટપરા મેઇન રોડ ઉપર રહેતા રાજેશભાઇ ઉર્ફે રાજુ નથુભાઇ કુશ્વાહ(ઉ.વ.31) રાજકોટ મધ્યસ્થ જેલમાં પેરોલ મેળવી ને ફરાર થઈ ગયો હોય જેને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો . કોરોના વખતે સુપ્રિમ કોર્ટે કરેલા હુકમ મુજબ સાત વર્ષથી ઓછી સજા ન કેસમાં કેદીઓને પેરોલ આપવામાં આવ્યા હતા ત્યારબાદ રાજેશને કોર્ટે વધુ પેરોલ આપ્યા હતા જેને ગઈ કાલે હાજર થવાનું હતું પરંતુ હાજર થયેલ ન હતો.આ દરમ્યાન ઉપરોકત પોલીસ કર્મચારીઓના સંયુકત ચોકકસ બાતમી આધારે રાજકોટ કુષ્ણનગર સોસાયટી શેરી નં-06ના ખુણા પાસે શંકર પ્રોવીઝન સ્ટોરની બાજુમાં જાહેર રોડ પરથી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે.શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન -1 પ્રવિણકુમાર મીણા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન -2 મનોહરસિંહ જાડેજાની સુચના અને ક્રાઇમબ્રાંન્ચના એ.સી.પી ડી.વી.બસીયાના સીધા માર્ગદર્શન અને સુચનાથી પેરોલ-ફર્લો સ્કર્વોડના પીએસઆઇ એમ.એસ.અંસારી અને તેમની ટીમે કામગીરી કરી હતી.