ભચાઉ તાલુકાના સામખીયારી ગામના બિલકુલ નજીક આવેલી ગેલન્ટ મેટલ કંપનીના ધુમાડા થી ગામ લોકો ત્રસ્ત બન્યા છે

સરકારી તંત્ર ને પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છતા પરિણામ કાંઇ નથી આવયુ,
લોકો ના સ્વાસ્થ સાથે ચેડાં કરવાનો આ કંપનીઓ ને કોને અધિકાર આપ્યો છે, સરકારી તંત્ર સવચછતા અભિયાન હાથ ધરી લાખો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા સફાઈ ની કામગીરી કરી જાહેર મા ફોટો પડાવી જાહેરાત કરવામાં આવે છે તો આ કંપની દ્વારા ફેલાવવામાં આવી રહેલ પ્રદુષણ ને કેમ અટકાવવા મા નથી આવતું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તો જાણે ઘેરી ઉંઘ મા છે, પછી ટેબલ નીચે ના વ્યવહાર થવા ના કારણે ચુપ છે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે,
વધુમા ઉધ્યોગ માટે શરતને આધિન ફેક્ટરી ના ઉપયોગ ને બદલે તે જમીન પર સ્ટાફ કોલોની બનાવી ખૂલે ખુલો સરકાર ને ચેલેન્જ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે.

રિપોર્ટ બાય: અસ્લમ સોલંકી ભચાઉ