સુરતની 17 વર્ષની છાત્રાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત લાવી

સુરત: 17 વર્ષિય છાત્રાએ નાના ભાઈ બહેનને રમતા છોડી ગળે ફાંસો ખાઈ પોતાનો જીવન ટૂંકાવ્યું હતું. પરિયરજનોમાં શોકનું મોજું ફરી વળ્યું.સવિતા ધો. 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી.આપઘાત કરનાર સવિતાએ માતા પિતાની ગેરહાજરીમાં આ પગલું ભરતા પરિવારજમાં શોકની લાગણી ફેલાઈ હતી. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તેનો મોબાઈલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સવિતાના પિતા દ્વારા જાણવા મળ્યું હતું કે, 5 વર્ષના નાના પુત્ર અને સવિતાના ભાઈએ દોડીને આવી માતાને કહ્યું કે બહેન પંખા સાથે લટકી રહી છે. આ સાંભળી માતા ઘરે દોડી આવી હતી અને સવિતા લટકતી હાલતમાં જોવા મળી હતી.ચાર સંતાનોમાં સવિતા મોટી દીકરી હતી. ચારેય સંતાન ઘરમાં જ રમતા હતા અને સવિતાએ અચાનક આ આશ્ચર્યજનક પગલું ભરી લીધું હતું.


-મળતી માહિતી મુજબ