ડો.બી આર આંબેડકર લાઇબ્રેરી મથલ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું

ડોક્ટર બી આર આંબેડકર લાઇબ્રેરી મથલ દ્વારા ૩૧ ડિસેમ્બર ના દિવસે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ, આ કાર્યક્રમને રીબીન કાપી લાઈબ્રેરી મા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો, આ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારના ફૂડ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેનામા ચાઈનીસ, મિષ્ઠાન તેમજ દેશી નાસ્તા જેવી રીતે દાબેલી, પાણીપુરી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ વર્ષે જ્યારે કોરોના મહામારી ના કારણે લોકો તહેવારો અને મેળાઓ નો લાભ ન મળ્યો હોવાના કારણે સારી સંખ્યામાં લોકો હાજરી આપી અને વિવિધ પ્રકારની આઈટમ નો સ્વાદ લઈ આનંદ ઉઠાવ્યો હતો, મથલ આંબેડકર યુવા સંગઠનના મિત્રો અલગ અલગ આઇટમ ના સ્પોન્સર બન્યા હતા અને બાળકો દ્વારા વિવિધ વસ્તુઓ નું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને જીવનમાં વ્યવસાય, વ્યવસ્થા કૌશલ્ય તેમજ અન્ય પ્રકારના કૌશલ્યો વિકસિત થાય એ હેતુ કાર્યક્રમ નું અયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ટીમના સભ્ય હિંમત ભદ્રૂ, જગદીશ વાઘેલા, ભીમજી જેપાર મગન ભદ્રૂ તેમજ યુવા સંગઠનના ગાંગજી ભાઈ ભદ્રૂ ચંદુલાલ વાઘેલા, શાંતિલાલ ભદ્રૂ, હરેશ ખોખર, ભરત ભદ્રૂ, મોહન કુંવટ , ડૉ. કપિલ કુંવટ મનસુખ ભદ્રૂ, હરેશ વાઘેલા તેમજ અન્ય મિત્રો સાથે રહ્યા હતા અને કાર્યક્રમની ભવ્ય સફળ બનાવવા ભાગીદાર બન્યા હતા.