બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોનાં વાયરસ વેક્સિન અંગે મોકડ્રીલ યોજાઇ

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના વેક્સિન માટે દરેક જિલ્લામાં વેક્સિન મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ત્યારે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોના વાયરસની વેક્સિન અંગેનું મોકડ્રીલ યોજાયું હતું. આ કોરોના વાયરસ ના વેક્સિંગ અને લોકોને કેવી રીતે વેક્સિન આપવામાં આવશે તે અંગે ની માહિતી બોટાદ C.D.H.O દ્વારા આપવામાં આવી હતી. જેમાં ચાર તબક્કામાં આ રસીકરણ કરવામાં આવશે. આ બાબતે પ્રથમ લોકોના નોંધણી તેમજ આરોગ્ય ચેકિંગ તથા વેક્સિન ઇન્જેકશન આપવામાં આવશે. કેવી રીતે આપવામાં આવશે તેની સમજણ તેની આપવામાં આવી. પ્રથમ ઓબ્ઝર્વેશન રૂમ વેઈટિંગ રૂમ તેમજ રસીકરણ રૂમ આમ ત્રણ પ્રકારની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. આમ હાલમાં કોરોના મહામારીના કારણે જે સરકાર દ્વારા વેક્સિન લોકોને પહોંચાડવાનું અંતર્ગત આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત આજરોજ બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે લઇને કોરોના વેક્સિનને લઈ ને મોકડ્રીલ નું આયોજન કરવામાં આવેલ હતું. બોટાદ જિલ્લામાં વિવિધ આશરે 5 જેટલા વેક્સિન કેન્દ્ર ઉભા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

-રિપોટર બાય : લાલજીભાઈ સોલંકી, બોટાદ