સસ્તા અનાજની દુકાનોમાં કાંકરા અને જીવાણુવાળા અનાજનું વિતરણ


અંજારના ગ્રામ્ય વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનોમાં કાંકરા અને જીવાણુવાળા અનાજનું વિતરણ થતું હોવાનો જાણવા મળ્યું હતું. આ વિશે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કાંકરા અને જીવાણુવાળા અનાજ માણસ તો શું ઢોર પણ ન ખાઈ શકે તેવું અનાજ સસ્તા અનાજની દુકાનોમાંથી વિતરણ થઈ રહ્યાનો આક્ષેપ ધારાશાસ્ત્રી અને કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી દિનેશભાઈ માતા દ્વારા કરવામાં આવ્યો હતો. આ બાબતે અંજાર કોંગ્રેસના આગેવાનો અંજારના મામલતદારને રજૂઆત કરશે. જરૂર જણાશે તો જનતા દ્વારા રેઈડ કરી આ બાબતને પ્રકાશમાં લાવવામાં આવશે.
-મળતી માહિતી મુજબ