જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંધ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારુ આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજવિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સૂચના કરેલ.
જે અન્વયે પોલીસ ઇન્સપેકટર શ્રી પી.એમ.ચૌધરી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફના એ.એસ,આઈ કીશોરસિંહ જાડેજા નાઓને બાતમી હકીકત આધારે મ.ન-બી/ર૦૧ સહયોગનગર શેરી નં-૦૭ ખાતે આરોપી નં ૧ વાળો પોતાના રહેણાંક મકાનમાં રૂપીયાની હારજીતનો ગંજીપાના વડે જુગાર રમી રમાડતા રોકડા રૂપીયા ૧૨,૫૫૦/- ના મુદામાલ સાથે કુલ-૦૮ આરોપીઓને પકડી પાડેલ છે.

-રિપોટર બાય: કરણ વાઘેલા, ભુજ