બોટાદ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ભંજનદેવ મંદિર ખાતે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી. તા. 05/01/21 ના રોજ મારૂતિ યજ્ઞ, સવારે 5:30 વાગ્યે દાદા ની મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતીમાં શાકોત્સવ નિમિત્તે વિવિધ શાકો ધરાવવામાં આવ્યાં હતાં. તેમજ આજ થી ભોજનશાળા ની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. દાદાને આજના પવિત્ર દિવસે સુંદર શણગાર કરવામાં આવ્યા હતા.
-રિપોટર બાય: લાલજીભાઈ, બોટાદ