આજથી રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર કચ્છના પ્રવાસે

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર
તા.૭/૧ થી ૯/૧ સુધીના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૭મીએ સવારે ૧૨ કલાકે ટાઉનહોલ, ભુજ મધ્યે માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોને નિમણુંક હુકમ વિતરણ તથા કુંભારીયા, તા.રાપર સરકારી હાઈસ્કુલના ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૧૭ કલાકે ભાદરોઇ રોડ, સાપેડા (તા.અંજાર) મુકામે પંડિત દિન દયાલ આવાસ યોજના દેવીપૂજક સમાજના લાભાર્થીઓને સહાય મંજુરીના આદેશ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૮ કલાકે સર્કલ ઓફિસ-અંજાર મધ્યે મેઘપર બોરીચી પીજીવીસીએલ સબ ડિવીઝન કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૮મીએ સવારે ૧૦.૩૦ કલાકે રાજબાઇ માતાના મંદિર પાસે, નવા કટારીયા, સામખીયાળી (તા.ભચાઉ) મુકામે સામખીયાળી જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંતર્ગત ફિલ્ટર પ્લાન્ટ, વોટર સમ્પ અને પાઇપલાઇન ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં હાજર રહેશે. ૧૧.૩૦ કલાકે કીડીયાનગર (તા.રાપર) રાપર જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત હેમલેટ કનેકટીવીટી તથા સુવિધા પથના ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૪.૩૦ વ્રજવાણી (તા.રાપર) સાંસ્કૃતિક હોલના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેશે. ૯મીએ સવારે ૧૧ કલાકે ઉમા વિધાલય, નખત્રાણા મધ્યે કિસાન સુર્યોદય યોજના દ્વારા ખેડૂતોને દિવસે વીજ પુરવઠો પુરો પાડવાના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.