ભુજ શહેર તથા તાલુકાના ૧૦ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની
માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના સુરજપર ગામે સબ સેન્ટરની બાજુમાં આવેલ નાનબાઇ
અરજણ મેપાણીનું ઘર તથા બાજુમાં આવેલ બંધ ઘર કુલ-૨ ઘરને તા.૧૪/૧ સુધી, ભુજ
તાલુકાના મિરઝાપર ગામે બાલમંદિરવાળી શેરીમાં આવેલ ગોવિંદ વિશ્રામ શિયાણીનું ઘર કુલ-૧ ઘરને તા.૧૫/૧ સુધી, ભુજ તાલુકાના કુકમા ગામે ચબુતરા વાળી શેરી વિસ્તારમાં આવેલ
પ્રવિણચંદ્ર હિરજી ચૌહાણના ઘર સહિત જમણી બાજુ પ્રવિણચંદ્ર કુંવરજી ચૌહાણના ઘરથી ડાબી
બાજુ પાર્વતીબેન પ્રાગજી રાઠોડના ઘર સુધી કુલ-૨૩ ઘરોને તા.૧૫/૧ સુધી, ભુજ શહેરમાં બાપા
દયાળનગર-૩ માં રેલવે સ્ટેશન સામે આવેલ અલી અંસારીના ઘરથી અક્રમઅલી અંસારીના ઘર
સુધી કુલ-૨ ઘરોને તા.૧૫/૧ સુધી, ભુજ શહેરમાં જાદવજીનગરમાં આવેલ ઘર નં.૧૯ (જયસુખ
જટાશંકર માણેક) નું ઘર કુલ-૧ ઘરને તા.૧૫/૧ સુધી, ભુજ તાલુકાના બળદીયા ગામે
નીચલાવાસમાં આવેલ માવજી પ્રેમજી રાઘવાણીના ઘરથી રામજી પ્રેમજી રાઘવાણીનું ઘર તથા
શામજી પ્રેમજી રાઘવાણીનું ઘર કુલ-૩ ઘરોને તા.૧૬/૧ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ગોકુલધામ-૨ માં આવેલ ભરતભાઇ ધારશીભાઇ ભાનુશાલીના ઘરથી રિતેશ દયાલગીરી ગોસ્વામીના ઘર સુધી કુલ-૧૦ ઘરોને તા.૧૬/૧ સુધી, ભુજ શહેરમાં નરનારાયણનગર-૧ માં આવેલ ઘર નં.૨૮૨ (હિનાબેન પ્રદિપભાઇ સચદે) નું ઘર કુલ-૧ ઘરને તા.૧૬/૧ સુધી, ભુજ શહેરમાં લાભ-શુભ સોસાયટીમાં આવેલ ઘર નં.૧૦૧૨-સી (નયનાબેન નિલેશભાઇ પટેલ) નું ઘર કુલ-૧ ઘરને તા.૧૬/૧ સુધી, ભુજ શહેરમાં સવાયા ફળીયામાં આવેલ નાથીબેન દાનાભાઇ ઝાલાનું ઘર તથા બાજુનું ઘર કુલ-૨ ઘર અને ૧ બંધ ઘરને તા.૧૬/૧ સુધી ઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.