ભાજપ ના શીર્ષથ નેતૃત્વે સોપેલ પ્રદેશ મહામંત્રી પદ ની જવાબદારી સુપેરે નિભાવવા નો સંકલ્પ સાંસદશ્રી /મહામંત્રીશ્રી વિનોદ ચાવડાએ દોહરાવ્યો

ગુજરાત પ્રદેશ ભાજપ અને માન. અધ્યક્ષશ્રી સી.આર. પાટીલજીએ મને પોતાની ટીમમાં સમાવી મને ગુજરાત પ્રદેશ ભાજપા ના મહામંત્રી પદે જવાબદારી સોપી છે ત્યારે હું મારા ફરજના ભાગરૂપ સંપૂર્ણ પણે પક્ષના, લોકોના કાર્યો માટે સમર્પિત રહીશ જણાવતા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ તેમનો મહામંત્રી પદે વરણી થતા લોકોએ તેમને ટેલિફોનિક અને શોસિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવી છે. તેમનો આભાર માન્યો હતો. અને જણાવ્યુ હતું કે, માન. વડા પ્રધાનશ્રી મોદીજી, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી, માન. અમિતશાહજી, ગુજરાત ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલજી, મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજી, નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાજી એ મારા પર વિશ્વાસ મૂકી મોટી જવાબદારી મને સોપેલ છે. જે હું સૌ કાર્યકરો, પદાધિકારીઓ ને સાથે રાખી પૂર્ણ કરવા કટિબધ્ધ છુ. જનતા જનાર્દને સદૈવ મને સાથ અને સહકાર આપેલ છે. સૌ નો હું ઋણી છું. ખંત, રાષ્ટભાવના સાથે વિશ્વના સૌથી મોટી પાર્ટી ભાજપના એક અદના સૈનિક તરીકે પક્ષના ઉત્કર્ષ ના દરેક કાર્યમાં સહભાગી બનીશ તેમ શ્રી ચાવડાએ જણાવ્યુ હતું.