નર્મદા જિલ્લાના તિલકવાડાથી દક્ષિણ ગુજરાતને આવરી લેતી ‘કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી

નર્મદા જિલ્લાના તિલકવાડાથી દક્ષિણ ગુજરાતને આવરી લેતી ‘કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી – યોજનાના બીજા તબક્કા હેઠળ નર્મદા, ભરૂચ, તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ૪૫૪ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વિજળી મળશે – મુખ્યમંત્રીના હસ્તે નર્મદા જિલ્લામાં રૂ. ૧૫૨ કરોડથી વધુના ખર્ચે સાકાર થનારી વિવિધ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમૂહુર્ત-નાગરિકોને મળશે પીવાનું શુદ્ધ પૂરતું પાણી ‘મા નર્મદા’ના ખોળે તિલકવાડાથી નર્મદા અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાથી ‘વિકાસનું તિલક’ વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ ઘરોમાં નળથી પાણી અને ખેડૂતોને દિવસે વિજળી અપાશે. ખેડૂતોની સુખાકારી માટે ‘દિવસે કામ અને રાત્રે વિશ્રામ’ની ભાવનાથી કિસાનોનો સંપૂર્ણ સૂર્યોદય અને સર્વોદય થશે. ખેડૂતોને રાતના ઉજાગરા અને હાડમારીથી મુક્તિ મળશે-પરિવારભાવના સુદ્રઢ થશે. તા.૧૬મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી વડોદરાથી કેવડિયા રેલ્વેલાઈન અને કેવડિયા રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરશે. તા.૧૮મી જાન્યુઆરીએ વડાપ્રધાનશ્રી અમદાવાદ મેટ્રો ફેઝ-૨ અને સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનો ઈ-માધ્યમથી શુભારંભ કરાવશે.