કિ.રૂ.40,67,400/-નો વિદેશી દારૂનો જથ્થો સામખ્યાળી નેશનલ હાઇવે રોડ કટારીયા પુલ પાસે થી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,પુર્વ -કચ્છ, ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ શ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની.ટીમ પ્રોહી./જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામખ્યાળી નેશનલ હાઇવે રોડ કટારીયા પુલ પાસેથી નીચે જણાવ્યા મુજબનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા આરોપી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી સામખ્યાળી પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
-રિપોટર બાય : કરણ વાઘેલા, ભુજ